સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી
પોલીસ ઝોન ટુએ વ્યાજકોરો વિરૂદ્ધ અભિયાન ચલાવી
પોલીસે ગરીબોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા
સસ્તા દરે લોન અપાવાતા લોકોએ પોલીસનો આભાર માન્યો
સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાં હોમાયેલા ગરીબ લોકોને બેંકોમાંથી ઓછા વ્યાજે લોન અપાવી સુરત પોલીસ મદદરૂપ થઈ રહી છે ત્યારે સુરત શહેર પોલીસ ઝોન ટુ દ્વારા વ્યાજકોરો વિરૂદ્ધ અભિયાન ચલાવી ગરીબોને બેંકોમાંથી લોન અપાવતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી.
સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો સામે લાલ આંખ કરાઈ છે. લોકો પાસેથી 15 થી 20 ટકાથી પણ વધુ વ્યાજ વસુલનારા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી ગરીબોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતાં. અને લોકોને બેંકોમાંથી ઓછા વ્યાજે લોન અપાવી હતી. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠલ સુરત શહેર પોલસ દ્વારા સેવા, સુરક્ષા અને શાંતિના પર્યાય સાથે ઝોન ટુ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી. સાથે લોન મેળો યોજી ગરીબ લોકોને સુટેક્ષ બેંકમાંથી લોન અપાવી હતી. ઉધનાના ભાઠેના ખાતે આવેલ ભાઠેના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને પોલીસ દ્વારા સસ્તા દરે લોન અપાવાતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો તો લોકોના મોઢા પર પણ વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્તિ મળી હોવાનો અહેસાસ જોવા મળ્યો હતો.