સુરતના ઇચ્છાપોરમાં લૂંટ કરનાર આરોપી ઝડપાયો
આરોપી છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા હતા
પોલીસે આરોપી સુભાસ કટારાને ભરૂચ થી ઝડપ્યો
6 વર્ષ પહેલા બાઇક્સવારને માર મારીને લૂંટ્યો હતો
સુરતમાં અનેક ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને છે ત્યારે ઈચ્છાપોર પોલીસે લુંટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર જે ડીવીઝન વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને પકડવા આપવામાં આવેલી સુચના અનવયે ઈચ્છાપોર પોલીસ મથકના પી.આઈ. એ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. કે.પી. જાડેજા તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રમેશ મેરામણ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કવિત મનુભાઈ અને વનરાજસિંહ નથુભા એ પાલેજગામ જીઆઈડીસી ખાતેથી ઈચ્છાપોર પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપી મુળ દાહોદનો અને હાલ પાલેજ ગામ જીઆઈડીસી માં રહી મજુરીકામ કરતા સુભાષ નગરા કટારાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.