સુરતના અઠવાલાઈન્સ ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામે પક્ષી જલસેતુ
કરૂણા ચંદ્ર અશોક સોમ સંસ્થા આયોજિત સોલાર સંચાલિત પક્ષી જલસેતુ
ટ્રાફિક ડીસીપી અને જૈન અગ્રણીઓ સહિતનાઓ હાજર રહ્યા
સુરતના અઠવાલાઈન્સ ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામે કરૂણા ચંદ્ર અશોક સોમ સંસ્થા આયોજિત સોલાર સંચાલિત પક્ષી જલસેતુનુ ઉદઘાટન કરાયુ હતું. જેમાં ટ્રાફિક ડીસીપી અને જૈન અગ્રણીઓ સહિતનાઓ હાજર રહ્યા હતાં.
દરેક પક્ષીને જીવન માટે તાજુ, સ્વચ્છ અને સતત જળ મળી રહે એવા પવિત્ર સંકલ્પ સાથે સોલાર ઉર્જાથી સંચાલિત અનોખા સેવા પ્રકલ્પ પક્ષી જલસેતુનું કરૂણા ચંદ્ર અશોક સોમ સંસ્થા દ્વારા સુરતના અઠવાલાઈન્સથી ડુમસ રોડ જતા એસવીએનઆઈટી બસ સ્ટોપ પાસે ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામે ઉદઘાટન કરાયુ હતું. આ પ્રસંગે સુરતના ટ્રાફિક ડીસીપી પન્નાબેન મોમાયા તથા જૈન અગ્ણી કેતનભાઈ મહેતા સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
