નવસારી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આક્રમક મૂડમાં

Featured Video Play Icon
Spread the love

નવસારી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આક્રમક મૂડમાં
ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર

નવસારી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આક્રમક મૂડમાં દેખાયા છે, ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર

નવસારીમાં બોરીયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો (GJ-21) પાસેથી ટોલ વસૂલીનો વિરોધ કરતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આક્રમક મૂડમાં દેખાયા છે, સ્થાનિકોને મળતી ટોલ મુક્તિ અચાનક બંધ કરી દેવાતા ધારાસભ્યએ વ્યક્ત કરી નારાજગી કરી છે અને ચેતવણી આપી છે કે જનતા પર આર્થિક બોજ સહન નહીં કરાય અને પૂર્વવત મુક્તિ આપવા અનંત પટેલની ઉગ્ર માંગ કરી છે

ટોલ વસૂલીનો કોઈપણ પરામર્શ વગર લેવાયેલા નિર્ણયને ધારાસભ્યએ ગણાવ્યો ‘જનવિરોધી ગણાવ્યો હતો અને જો નિર્ણય પાછો નહીં ખેંચાય તો જનતા સાથે મળીને લોકશાહી ઢબે આંદોલન કરવાની તૈયારી બતાવી છે ઉપરાંત પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *