સુરતમાં ઉનાળાની ઋતુ વચ્ચે મરી મસાલાનુ ચેકીંગ
ફુડ વિબાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ
ખાસ કરીને લાલ મરચું, હળદર, ધાણાજીરુંના નમૂના લેવાયા
સુરતમાં ઉનાળાની ઋતુ વચ્ચે મરી મસાલાનુ વેચાણ કરતી સંસ્થાઓ પર ફુડ વિબાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. સુરતના તમામ ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડી સેમ્પલો લેવાયા હતાં.
સુરતમાં મરી મસાલા નું વેચાણ કરતી સંસ્થાઓ સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ હોય તેમ તમામ ઝોનમાં ટિમો બનાવી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં રાંદેર ઝોનમાં આવેલ જલારામ મલાસામાંથી સેમ્પલ લેવાયા હતં. તો ખાસ કરીને લાલ મરચું, હળદર, ધાણાજીરુંના નમૂના લેવાયા છે. મસાલાના સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા અને રિપોર્ટ નેગેટીવ આવશે તો જેતે સંસ્થા સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે તેમ જણાવાયુ હતું.
