દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણી
કલેકટરને 8 મે સુધી ચુંટણીનો કાર્યક્રમ રજુ કરવા આદેશ
પશુપાલકોમાં વહીવટદાર શાસન સામે નારાજગી
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીના વહિવટને લઈ હાઈકોર્ટ દ્વારા કલેકટરને 8 મે સુધી ચુંટણીનો કાર્યક્રમ રજુ કરવા આદેશ કરતા આ વખતની ચુંટણી મહત્વની રહેશે તેમ જાણવા મળ્યુ છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો હોય તેમ હાઈકોર્ટે કલેક્ટરને 8 મે સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ રજૂ કરવા આદેશ આપ્યા છે. લાંબા સમયથી વિવાદોને કારણે સુમુલ ડેરીનો વહીવટ સરકારી વહીવટદારો પાસે હતો. સીમાંકન અને કાયદાકીય વિવાદો બાદ આખરે ડેરીના 75 વર્ષના આ ઈતિહાસમાં મહત્વની ચૂંટણી યોજાશે. તો પશુપાલકોમાં વહીવટદાર શાસન સામે નારાજગી વચ્ચે હવે લોકશાહી ઢબે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાશે.
