સુરતમાં કુખ્યાત મનીષ કુકરી અને તેમના સાગરીતો ઝડપાયા
પોલીસે મનીષ કુકરી, મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડા ની ધરપકડ કરી
ત્રણેયની ધરપકડ કરી બનાવની જગ્યાએ રિકન્ટ્રક્શન કરાયું
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ ખાતેથી સરથાણા પોલીસ મથકમાં હત્યા પ્રયાસ અને લુંટના ગુનામાં વોન્ટેડ એવા ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંજામ આપનાર માથાભારે મનિષ કુકરી અને તેના સાગરીતોને ઝડપી પાડ્યા બાદ ગુરૂવારે તમામને ગુનાવાળી જગ્યાએ લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રકશન કરાવાયુ હતું.
સુરતના સરથાણા પોલીસ મથકમાં હોટલમાં ઘુસી હત્યાનો પ્રયાસ કરવાની સાથે તોડફોડ કરી લુંટ ચલાવનાર માથાભારે અને ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંજામ આપનાર મનિષ કુકરી અને તેના સાગરીતો પોલીસ પકડથી બચવા માટે સતત ભાગતા ફરતા હતા. જો કે મનિષ કુકરી અને તેના સાગરીતો જેમાં મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંચ દિવસ સુધી રેકી કર્યા બાદ મધ્યપ્રદેશના પંચમઢીથી ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા આરોપીઓનું સરથાણા ખાતે આવેલ ગુનાની જગ્યા વાળા સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિ કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું.