સુરતમાં કુખ્યાત મનીષ કુકરી અને તેમના સાગરીતો ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કુખ્યાત મનીષ કુકરી અને તેમના સાગરીતો ઝડપાયા
એમપીના જંગલમાંથી મનિષ કુકરી ગેંગના સુત્રધાર સહિત બે સાગરીતોની ધરપકડ,
પાંચ દિવસ સુધી જંગલમાં શોધખોળ બાદ પકડી પડાયા

હત્યા, હત્યા પ્રયાસ, ખંડણી, અપહરણ, લુંટ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર પ્રકારના ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી મનિષ કુકરી ગેંગના કુખ્યાત આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના પંચમઢી ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા છે.

સુરતમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી મનિષ કુકરી ગેંગના આરોપીઓ પોતાનુ નેટવર્ક ઉભુ કરી પોતાની ટોળકીના સાગરીતો દ્વારા વ્યથા, મહાવ્યથા, ખુન, ખુનની કોશીષ અપહરણ, લુંટ, ખંડણી, ગુનાહિત ધમકી તથા આર્મ્સ એક્ટ મુજબના ગુનાઓ આચરતા હોય અને ફરી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ જારી રાખી સમાજમાં શાંતિનો માહોલ ડોહળાવી પોતે તથા પોતાના સાગરીતો મારફતે ગત 16 મેના રોજ મોડી રાત્રીના સમયે ત્રણેક વાગ્યે સરથાણા બાપાસીતારામ ચોક પાસે હોટલ વાઈટ હાઉસમાં પ્રવેશી ફરિયાદીના ભાગીદાર પાર્થ અને મિત્ર અનિકેત નિમાવત તથા વિવેક કનુ ડોબરીયાને લાકડાના ફટકા તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી બન્ને હાથના ભાગે તથા ડાબા પગના ભાગે ઈજાઓ કરી રોકડ સહિતની મત્તા લુંટી ભાગી છુટ્યા હતાં. આ ગુનામાં નાસતા ફરતા માથાભારે મનિષ ઉર્ફે મનિયો ઉર્ફે કુકરી વિઠ્ઠલ માંડણકા પટેલ, મીતેશ ઉર્ફે ગાબાણી લાલજી દેસાઈ અને ચીરાગ ઉર્ફે કાળુ કેશુ બોરડાને મધ્યપ્રદેશના પંચમઢી ખાતેથી ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓ સુરતથી મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર, ગોવા, હૈદરાબાદ તેમજ મહારાષ્ટ્રના નાગપુર, સતારા જેવા વિવિધ સ્થળોએ ફરતા હોય અને રાત્રીના સમયે રોડ પરના ઢાબાઓ પર રોકાણ કરી તરત જગ્યા છોડી દેતા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત પાંચ દિવસ પીછો કરી ટેકનીકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી અર્બન ક્રુઝર કાર, સાત મોબાઈલ અને ચાર ડોંગલ રાઉટર સાથે ઝડપી પાડી આરોપીઓનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *