માંડવી નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં બજેટ રજુ
આવક જાવક દર્શાવતું રૂપિયા 1.01 કરોડની પુરાંત નું બજેટ
પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ દ્વારા સને 2026-27 નું કુલ 38.78 કરોડની આવક જાવક દર્શાવતું રૂપિયા 1.01 કરોડની પુરાંતનું બજેટ રજુ.
આજ રોજ માંડવી નગ૨પાલિકાનું સને ૨૦૨૬-૨૭ નું કુલ૩૮.૭૨ કરોડની આવક જાવક દર્શાવતું ૧.૦૧ કરોડની પુરાંત દર્શાવતું બજેટ સર્વાનમુત્તે પસાર ક૨વામાં આવ્યું. આજ રોજ તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ “પંડિત દીનદયાળ ઉપાઘ્યાય ભવન” માં સામાન્ય સભાની મળેલ મીટીંગમાં સને ૨૦૨૬-૨૭ના વર્ષ માટેનું અંદાજપત્ર માંડવી નગ૨પાલિકાના પ્રમુખશ્રી નિમેષભાઈ એચ.શાહની અધ્યક્ષતામાં રજુ કરવામાં આવ્યું. જેમાં આવક વિભાગમાં કરવેરાની આવક ૩.૦૭ કરોડ, અન્ય ૦.૬૭ કરોડ, મિલ્કતોની આવક ૦.૭૮ કરોડ, મહેસુલી આવક ૨.૨૨ કરોડ, યોજનાકીય ગ્રાંટની આવક ૧૩.૮૮ કરોડ જેવા વિવિધ આવકના હેડ મળી કુલ ૨૩.૫૪ કરોડની આવક રજુ કરેલ. તથા જાવક વિભાગમાં સામાન્ય વહીવટી ખર્ચ ૩.૪૨ કરોડ, પાણી પુરવઠા વિભાગ ૧.૪૫ કરોડ, ગટર વિભાગ ૦.૬૭ કરોડ, આરોગ્ય વિભાગ૩.૪૦ કરોડ, રોશની વિભાગમાં ૦.૬૯ કરોડ, બાંધકામ વિભાગમાં ૨.૪૫ કરોડ, બાગ તથા બગીચા વિભાગ ૦.૨૦ કરોડ, સમાજ કલ્યાણ ૦.૪૬ કરોડ, યોજનાકીય તથા અન્ય ગ્રાંટમાં ૨૦.૯૫ કરોડ તથા દેવા વિભાગમાં ૧.૮૨ કરોડ જેવા વિવિધ ખર્ચના હેડ મળી કુલ ૩૮.૭૦ કરોડની જાવક (ખર્ચ) રજુ કરેલ. ઉપરોકત બજેટમાં નગરપાલિકા વિસ્તારના વિકાસના કામો પેટે સરકારશ્રીની ગ્રાંટ, ૧૫ મા નાણાંપંચની ગ્રાંટ, ૧૬મા નાણાંપંચની ગ્રાંટ, તાપી રીવર ફ્રન્ટ (ફેઝ-૨) યોજના, સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. યોજના હેઠળની ગ્રાંટમાંથી, રસ્તા, પાણી, ભુર્ગભ ગટર, વરસાદી ગટર, લાઈટને લગતી વિવિધ યોજનાના મુખ્યત્વે કામો હેઠળની જોગવાઈ નકકી કરવામાં આવેલ છે. નગરમાં પાણી પુરવઠા લગતી યોજના તેમજ ગટર કનેકશન વિહોણા લોકો માટે ગટર કનેકશન પુરુ પાડવાની મહત્વની જોગવાઈ કરેલ છે. માંડવી નગ૨પાલિકાના તમામ સભ્યોશ્રી ઘ્વારા પણ આજની સભામાં સને ૨૦૨૬-૨૭નું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું….
