નવસારીમાં હાઇવે પરથી ક્રૂડ ઓઇલ ચોરીના મોટા કૌભાંડ
બે મોટા ટેન્કર સહિત કુલ રૂ. 86.30 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત સચીનના અંકિત પટેલ અને ઉનાઇના વિનોદ ડગલીયા વોન્ટેડ
નવસારીમાં હાઇવે પરથી ક્રૂડ ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો
નવસારી એલ.સી.બીએ ચીખલી પોલીસ સ્ટેશનની હદમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા. ટેન્કર ચાલકોની મિલીભગતથી ચાલતું હતું ક્રૂડ ઓઇલ ચોરીનું નેટવર્ક પકડતા પોલીસે બે મોટા ટેન્કર સહિત કુલ રૂ. 86.30 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. આ ટેન્કરો મુંબઈની ‘હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડ’ માંથી કિંમતી ક્રૂડ ઓઇલ ભરીને ભાવનગરના વરતેજ ખાતે ખાલી કરવા જઈ રહ્યા હતા
ટેન્કર ચાલકોની મિલીભગતથી પ્રત્યેક ટેન્કરમાંથી આશરે 200 લીટર ક્રૂડ ઓઇલ ચોરી લેવામાં આવતું હતું. આરોપીઓ ડ્રાઇવરોને ક્રૂડ ઓઇલના રૂ. 30 પ્રતિ લીટર અને ડામરના રૂ. 60 પ્રતિ લીટર લેખે ચૂકવણી કરતો હતો. પકડાયેલા આરોપીમાં પ્રકાશ માંગીલાલ ખટીક, જશવીર સોનારામ ભવરીયા, વિક્રમભાઇ વીસાજી રાજપુત, હરિભાઇ સાજણભાઇ ભરવાડ અને મુકેશ જગદીશચંન્દ્ર ખટીક છે. આ ગુનામાં સંડોવાયેલા સુરત સચીનના અંકિત પટેલ અને ઉનાઇના વિનોદ ડગલીયાને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી
