સુરતમાં ખાડીપુરના કહેર બાદ રાહત પેકેજ
ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ આવકાર્યો
સરકારના આ નિર્ણયને 5 માંથી 4 પોઇન્ટ આપે છે
સુરતમાં આવેલા ખાડીપુરના કહેર બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ આવકાર્યો છે. વેપારીઓનું કહેવું છે કે સરકારે સમયસર સંવેદનશીલતા દાખવી હોવાથી વેપાર ફરી પાટા પર લાવવામાં મદદ મળશે.
સુરતમાં આવેલા ખાડીપુરના કહેર બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે જાહેર કરેલા રાહત પેકેજને સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ આવકાર્યું છે. વેપારીઓનું કહેવું છે કે ભારે નુકસાન છતાં સરકારે ટૂંકા સમયમાં જ રાહત પેકેજ જાહેર કરીને સંવેદનશીલ સરકાર હોવાનો પરિચય આપ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ સરકારે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને પણ ધ્યાનમાં રાખીને વિવિધ રાહતની જાહેરાત કરી છે. ખાસ કરીને એક વર્ષ માટે ટેક્સમાં આપવામાં આવેલી મુક્તિ અને આર્થિક સહાય વેપારીઓને ફરી ઉભા થવામાં મદદરૂપ બનશે. વેપારીઓનું માનવું છે કે આ રાહત પેકેજથી બજારમાં ફરી વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે અને વેપારીઓ ભયમુક્ત બની પોતાના વેપારને ફરી ગતિ આપી શકશે.
વેપારીઓએ સરકારના આ પ્રયાસને આવકારતા જણાવ્યું કે રાહત પેકેજના મોટા ભાગના મુદ્દાઓ અસરકારક છે અને તેઓ સરકારના આ નિર્ણયને 5માંથી 4 પોઇન્ટ આપે છે. સાથે જ જરૂરિયાત મુજબ ભવિષ્યમાં વધુ સહાયની પણ અપેક્ષા વ્યક્ત કરી છે.
