સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચેઈન સ્નેચીંગ રીઢાને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચેઈન સ્નેચીંગ રીઢાને ઝડપ્યા
રીઢાને ઝડપી પાડી સાત ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા
સોનાની ચેઈન તથા બાઈક મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોજશોખ માટે મોનિંગ વોક પર નિકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીંગ કરનાર રીઢાને ઝડપી પાડી સાત ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જમીર દ્વારા આગામી અષાઢી બીજના રોજ નિકળનાર રથયાત્રામાં કડક બંદોબસ્ત રાખવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ચેન સ્નેચિંગ સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે પાલ અને સિંગણપોર પોલીસ મથકની હદમાં સાત સાત ચેઈન સ્નેચીંગ કરનાર રીઢા ચોર દેવ યોગેશ વાલજી વાઘેલાને ઝડપી પાડ્યો હતો. રીઢાની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે મોજશોખ માટે મોર્નિંગ વોક પર નિકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીંગ કરતો હતો. અને સિંગણપોર તથા પાલના બે ગુના સાથે અન્ય પાંચ  ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. હાલ પોલીસે 4 લાખ 25 હજારથી વધુની બે સોનાની ચેઈન તથા બાઈક મળી 5 લાખ 75 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *