માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ
157 વિધાનસભાની ભવ્ય ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાય
માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે 157 વિધાનસભાની ભવ્ય ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કુંવરજીભાઈ હળપતિના દ્રઢ નેતૃત્વ અને વિકાસપ્રેમી દ્રષ્ટિકોણ હેઠળ અધ્યક્ષતામાં યોજાય હતી માંડવી વિધાનસભાનો ભવ્ય ડે-નાઇટ ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ સમગ્ર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી વિશાળ અને ઐતિહાસિક આયોજન ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિ દ્વારા કરાયું હતું
આ ટુર્નામેન્ટ સતત ૪૫ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ, જેમાં કુલ ૨૧૦ ટીમોએ ભાગ લઈને ગ્રામ્ય યુવાનોની પ્રતિભા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો પ્રગટ કર્યો આ ભવ્ય આયોજનમાં દર્શકોનો એટલો વિશાળ જનસમુદાય ઉમટ્યો કે બેસવાની જગ્યાઓ ઓછી પડી ગઈ, જે આ ટુર્નામેન્ટની લોકપ્રિયતા અને કુંવરજીભાઈ હળપતિ પ્રત્યેના જનવિશ્વાસનું જીવંત પ્રતિબિંબ છે. ફાઇનલ મેચ ગોદાવડી ઇલેવન અને અમલસાડી ઇલેવન વચ્ચે રોમાંચક રીતે રમાઈ, જેમાં ગોદાવડી ઇલેવન વિજેતા બની અને અમલસાડી ઇલેવન રનર્સઅપ રહી હતી વિજેતા ટીમ ગોદાવડી ઇલેવનને ૧,૧૧,૧૧૧ રોકડ ઇનામ સાથે આકર્ષક ટ્રોફી અને રનર્સઅપ ટીમ અમલસાડી ઇલેવનને ₹૫૧,૧૧૧ રોકડ ઇનામ સાથે ટ્રોફી અર્પણ કરવામાં આવી — જે યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ છે. આ સમગ્ર આયોજન કુંવરજી હળપતિના યુવાનો પ્રત્યેના લગાવ, રમતગમતને પ્રોત્સાહન આપવાની ભાવના અને વિકાસમુખી નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે, આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા, શિસ્ત અને પ્રગતિનો સંદેશ ફેલાય છે. આયોજક મંડળ, તમામ ખેલાડીઓ અને સહયોગીઓને હાર્દિક અભિનંદન તથા વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પઠવવામાં આવી હતી.
