વિક્રમભાઈ ઠાકોરની કારોબારી સભ્ય તરીકે નિમણૂક

Featured Video Play Icon
Spread the love

વિક્રમભાઈ ઠાકોરની કારોબારી સભ્ય તરીકે નિમણૂક
ભાજપ કિસાન મોરચામાં જિલ્લા કારોબારી સભ્ય તરીકે નિમણૂક

ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચામાં વિક્રમભાઈ ઠાકોરની જિલ્લા કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને લઈને કાર્યકરો અને સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વિક્રમભાઈ ઠાકોર લાંબા સમયથી સામાજિક તથા રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહીને લોકોની સેવા કરતા આવ્યા છે. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આ અવસરે વિક્રમભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સિદ્ધાંતોને મજબૂત બનાવવા અને સમાજની સેવા માટે સતત કાર્યરત રહેશે. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિક્રમભાઈ ઠાકોરની આ નિમણૂકને લઈને તેમના મિત્રો અને સમર્થકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *