સુરતની લીંબાયત પોલીસે ફુટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કર્યુ
તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે તે માટે ચેકિંગ કર્યુ
સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો ફરી ફાટીને આસમાને ગયા હોય પોલીસ પણ ફરી અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા મેદાને આવી ગઈ છે. ત્યારે લિંબાયત પોલીસે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફુટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ પણ કર્યુ હતું.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. અગાઉ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા કાર્યવાહી કરાઈ હતી જો કે ફરી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરત પોલીસ પણ ફરી હવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મેદાને આવી ગઈ છે. સુરતની લિંબાયત પોલીસે આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કર્યુ હતુ. અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તથા લોકોમાં પોલીસનો વિશ્વાસ બેસે તે માટે સુરત પોલીસ કાર્યરત હોવાનો સંદેશ આપ્યો હતો.