સુરતના ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી પર ફાયરિંગ મામલો,
ગોડાદરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો,
પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો,
હરેશ ગજેરા નામના સોપારી કિલિંગ આરોપીએ ફાયરિંગ કર્યું હતું,
સુરતના ગોડાદરા વિસ્તારમાં નારાયણ નગર ખાડી પાસેથી પસાર થઈ રહેલા યોગીચોક ખાતે રહેતા યાર્નના વેપારી પર કરાયેલ ફાયરિંગ મામલે ગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી ફાયરિંગ પ્રકરણમાં એકને ઝડપી પાડ્યો હતો. તો પત્નિ સાથે સંબંધની શંકાએ વેપારીની 25 લાખમાં સોપારી અપાઈ હોવાનું સામે આવ્યુ છે. હાલ પોલીસે રોકડ 5 લાખ કબ્જે કર્યા છે.
સુરતના સુરતના ગોડાદરા વિસ્તારમાં યાર્નના વેપારી સંજય પડશાલા પર કરાયેલા ફાયરિંગ મામલે ગોડાદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક આરોપી હરેશ ગજેરાને ઝડપી પાડ્યો છે. ગોડાદરા વિસ્તારમાંથી બાઈક પર પસાર થઈ રહેલા યાર્ન વેપારી સંજય પડશાલા પર પાછળથી આવેલા ઈસમોએ ફાયરિંગ કર્યુ હતુ જેમાં પિઠમાં ગોળી વાગતા સંજય પડશાલાને હોસ્પિટલે ખસેડાયો હતો. આ મામલે ગોડાદરા પોલીસ અને સાથે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અને એક આરોપી હરેશ ગજેરાને ઝડપી પાડ્યો હતો. હરેશ ગજેરાને તેના મિત્ર ઉપદએ 25 લાખમાં સોપારી આપી હતી. જેમાંથી 5 લાખ રોકડ પણ પોલીસે કબ્જે કર્યા છે. ઉપદને તેની પત્નિના યાર્ન વેપારી સંજય પડશાલા સાથે સંબંધની હોવાની શંકા હોય જેને લઈ સંજય પડશાલાની હત્યાની સોપારી આપી હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો ગોડાદરા પોલીસે હરેશ ગજેરાની ધરપકડ કરી અન્યોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.