સુરતમાં આરઆરટીએમ માર્કેટ બહારથી ટેમ્પો ચોરી
ટેમ્પોની ચોરી કરનાર સીસીટીવીની મદદથી ઝડપાયો
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલીમાં માર્કેટ બહારથી પાર્સલ ટેમ્પોની ચોરી કરનાર સીસીટીવીની મદદથી ઝડપાયો છે. સારોલી પોલીસે સીસીટીવી ની મદદથી પાર્સલ ભરેલા ટેમ્પોની ચોરી કરનારને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટ બહારથી ટેમ્પોની ચોરીની ઘટના બની હતી. વાત એમ છે કે સુરતના સારોલી ખાતે આવેલ આર.આર.ટી.એમ. માર્કેટના ગેટ પરથી એક પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી થઈ હતી. રાત્રીના બાર વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમિયાન ટેમ્પોની ચોરી થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોર એવા અબ્દુલ જબ્બારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ ટેમ્પો તથા 13 પાર્સલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.