સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી
પત્નિના ચારિત્ર્યની શંકા રાખી પતિએ જ પરિચિતને મોતને ઘાટ ઉતાર્યો
સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પત્નિના ચારિત્ર્યની શંકા રાખી પતિએ જ પરિચિતને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા પ્રયાસ, હત્યા સહિતના બનાવો બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગરખાતે સાગર રામદાસ મરાઠેની હત્યા કરાઈ હતી. પત્નિ સાથે અનૈતિક સંબંધ હોવાની આશંકાના આધારે સાગર રામદાસ મરાઠેની પરિચિતએ જ હત્યા કરી નાંખી હતી. જેને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ હત્યારાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.