સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
લાખોના એમડી ડ્રગ્સ સાથે ચારને ઝડપી પાડ્યા
પંકજ કુમાર નંદલાલ પાસવાન, રોહનકુમાર કિશોર રાઠોડ,
સરફરાઝ ઉર્ફે રોમીયો સરફુદ્દિન અન્સારી અને જગતજીવન ચીત્રસેન રાઉતને ઝડપ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કામરેજ સુરત રોડ સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામેથી લાખોના એમડી ડ્રગ્સ સાથે ચારને ઝડપી પાડ્યા હતાં.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે 23 મેના રોજ સાંજના સમયે કામરેજ સુરત મેઈન રોડ સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે થી સ્વીફ્ટ કારમાં પસાર થતા પંકજ કુમાર નંદલાલ પાસવાન, રોહનકુમાર કિશોર રાઠોડ, સરફરાઝ ઉર્ફે રોમીયો સરફુદ્દિન અન્સારી અને જગતજીવન ચીત્રસેન રાઉતને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓએ ફોર વ્હીલના સ્ટેરીંગના હોર્નના ફાયબરના કવર નીચે છુપાવેલો 7 લાખ 44 હજારથી વધુની કિંમતનો 74.450 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ તથા કાર અને મોબાઈલ સહિત 12 લાખ 97 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ તેઓની ધરપકડ કરી હતી. હાલ તો પોલીસે ઝડપાયેલા આરોપીઓ એમડી ડ્રગ્સનો કબ્જો ક્યાંથી લાવ્યા અને તેઓ આ એમડી ડ્રગ્સ કોને આપવાના હતા તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.