બારડોલીના ઈસરોલી ગામે લાખોના મતાની ચોરી
કેસરવિલા સોસાયટીમાં તસ્કરોએ 1.38 લાખની મતાનીચોરી
બારડોલી પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બારડોલી તાલુકાના ઈસરોલી ગામે આવેલ કેસર વિલા સોસાયટીના મકાન નં. 30 માં રહેતા દંપતીના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલા દાગીના તથા રોકડ રકમ મળી કુલ રુ.1.38 લાખની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બારડોલી પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બારડોલી તાલુકાના ઈસરોલી ગામે રહેતા અને બારડોલી નાગરિક બેંકમાં પટાવાળાની નોકરી કરતા સુનિલ કલ્પેશ ધોડિયા, મૂળ રહે. શેઠ ફળીયા, બારડોલી પોતાની પત્ની સાથે તેમના લગ્નનું પ્રમાણપત્ર લેવા નવસારી તાલુકાના ગણદેવી ખાતે ગયા હતા. બીજા દિવસે તેની પત્નીની તબિયત ગડતા તેને ગણદેવી રાખી પોતે મોટરસાયકલ ઉપર બારડોલી આવવા નીકળ્યો હતો. મોડું થઈ જતા તે સીધો બેંકમાં ફરજ ઉપર હાજર થયો હતો. આ દરમ્યાન સોસાયટીના અન્ય રહીશે સુનિલને ફોન કરી તેના મકાનની લોખંડની બારી અને દરવાજા ખુલ્લા હોવાનું જણાવતા તે ઘરે પહોંચ્યો હતો. તપાસ કરતા તેના કબાટ તોડી સામાન વેરવિખેર કરી કબાટમાં મુકેલ સોનાનું 9 ગ્રામ વજનનું મંગળસૂત્રનું ડોકિયું કિંમત રૂ.55 હજાર, ચાંદીનું મંગળસૂત્ર કિંમત રુ.3 હજાર, એક જોડ બુટ્ટી કિંમત રૂ. 5 હજાર, સોનાની 3 વીંટી કિંમત રુ.40 હજાર, ચાંદીના 6 બ્રેસલેટ કિંમત રુ.20 હજાર તથા રોકડા રૂ.15 હજાર મળી કબાટમાંથી કુલ રૂ.1.38,500 ની ભટ્ટા ચોરાઈ હોવાનું જણાયું હતું.
સોસાયટીમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટીનો અભાવ જણાતા ચોરી અંગેની બારડોલી ટાઉન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા ડોગ સ્ક્વોડ ટીમ બોલાવી પોલીસ તપાસ ચાલુ કરાઈ છે. ઈસરોલી વિસ્તારમાં ફરી એકવાર ઘરફોડ ચોરી નોંધાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જણાયો છે. દંપતી લગ્નનું પ્રમાણપત્ર લેવા માટે ગણદેવી ગયા હતા અને બંધ મકાનનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો
