2 દિવસમાં ભાવનગરમાંથી 9.40 કરોડનો એમ્બરગ્રીસનો ઝડપાયો
સમુદ્રી સોનાની વેચાણની પેરવી,
સંગ્રહ સહિતના મુદ્દે સંડોવાયેલા 8 શખ્સોની ધડપકડ કરવામાં આવી
તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ભાવનગર જિલ્લાના બુધેલ ગામેથી બે શખ્સો પાસેથી 4.10 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જે મુદ્દે વન વિભાગએ તપાસ હાથ ધરી, વધુ પાંચ કિલો એમ્બરગ્રીસના જથ્થા સાથે છ વ્યક્તિની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં કુલ 9.40 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને આઠ ઈસમોની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો ભાવનગર જિલ્લાને મળેલો છે. ભાવનગર જિલ્લામાં 151 કિલોમીટર લાંબો દરિયા કિનારો હોય અને આ ખાડીમાં અવારનવાર સમુદ્રી સોનું, દરિયા નું તરતું સોનુ સહિતના નામે ઓળખાય છે એવા વહેલ માછલીની ઉલટી એટલે કે મેડિકલ ભાષામાં જેને એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે એ અતિ મૂલ્યવાન પદાર્થ મળી આવે છે છેલ્લા એક વર્ષમાં ભાવનગર જિલ્લામાંથી અલગ અલગ સ્થળોએથી એમ્બર ગ્રીસના જથ્થા સાથે ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. એમ્બરગ્રીસનો જથ્થો રાખવો સંગ્રહ કરવો કે વેચાણ કરવું ગુનો બનતો હોય આથી આ અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
એમ્બરગ્રીસની માંગ વિશ્વમાં ખૂબ મોટા પાયે છે કારણ કે એમ્બરગ્રીસ ખૂબ દુર્લભ ગણાય છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કિલો એમ્બરગ્રીસ ની કિંમત એક કરોડ રૂપિયા થી વધુ હોય છે કોસ્મેટિક આઈટમ તેમજ એલોપેથી દવાઓ તથા પરફ્યુમ્સ બનાવવા માટે મેમ્બરગ્રીસનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ઉંડા સમુદ્રમાં વસવાટ કરતાં મહાકાય જળચર જીવ વહેલ માછલીના પેટમાં કુદરતી રીતે નિર્માણ થતું એમ્બરગ્રીસ ઉલટી સ્વરૂપે વેલ માછલી શરીર બહાર કાઢે છે ત્યારે આ મૂલ્યવાન પદાર્થ કાંઠે તરી આવે છે રાજ્યમાં આ મૂલ્યવાન પદાર્થ કોઈ વ્યક્તિને મળી આવે તો વન વિભાગને સોંપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ચોક્કસ માહિતી આધારે ભાવનગર જિલ્લાના બુધેલ ગામે રેડ કરી પ્રથમ એમ્બર ગ્રીસના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી..
