સુરત કોર્ટમાં બોમ્બની ધમકીભર્યો ઈ-મેલ
ધમકી મળતા પોલીસ દોડતી થઈ, કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ
સુરત કોર્ટ પરિસરમાં બોમ્બની ધમકીભર્યો મેલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતાં જ સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
સુરત કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર કોર્ટ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો હતો. મેલ મળતા જ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હુ અને કોર્ટ પરિસરમાં તાત્કાલિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ એટલે કે બીડીડીએસ, ડોગ સ્કવોડ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને સુરક્ષાની ચકાસણી કરવામાં આવી રહી છે.
