સુરત : ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન
મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય મનુભાઈ પટેલ સ્થળે પહોંચ્યા
મેયરએ કેમિકલ યુક્ત પાણી બાબતે પણ સૂચના આપી
સુરતમાં સતત પડી રહેલા વરસાદને લઈ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા તો પાણી ભરાયાની જાણ થતા મેયર અને ધારાસભ્ય સ્થળે દોડી ગયા હતા અને અદિકારીઓને પાણીનો નિકાલ કરવા સુચના આપી હતી.
સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો હોય જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે ઉધના – નવસારી મેઈન રોડ પર પાણી ભારત લોકો પરેશાન થયા હતાં. પાણી ભરાયાની જાણ થતા મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય મનુભાઈ પટેલ સ્થળે પહોંચ્યા હતાં અને સુરત મનપાના અધિકારીઓને સ્થળે બોલાવી તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપી હતી. તો રોડ બાજુમાં આવેલા ડ્રેન્જના ઢાકણા પણ ખોલવા કહ્યું હતું. સાથે કેમિકલ યુક્ત પાણી બાબતે પણ સૂચના આપી હતી. આ વિસ્તારમાં ચાલતા ડાઇંગ કારખાના સામે પણ કાર્યવાહી થશે તેમ પણ જણાવાયુ હતું.