નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નં. 13 માં ચૂંટણી પૂર્વે વિવાદ
મીનલ ભરવાડના ફોટાનો ઉમેદવારની રસીદમાં ઉપયોગ થતા વિવાદ
વોર્ડ નં. 13 માં ભાજપ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નં. 13 માં ભાજપી ઉમેદવારોની મતદાન રસીદમાં મોટો છબરડો જોવા મળતા વિવાદ થયો છે
નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નં. 13 માં ચૂંટણી પૂર્વે વિવાદ જાગ્યો છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર માધવી શેઠના નામની આગળ મીનલ ભરવાડનો ફોટો પ્રિન્ટ થતા ગંભીર ભૂલ છતી થઈ છે. જમાલપોરના પૂર્વ સરપંચ સાજન ભરવાડે પોતાની પત્નીના ફોટાનો ખોટી રીતે ઉપયોગ થવા બદલ ભાજપ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. OBC બેઠક પરથી ટિકિટ માંગનાર મીનલ ભરવાડના ફોટાનો ઉપયોગ ભાજપના ઉમેદવારની રસીદ પર થતા રાજકારણ ગરમાયું છે
આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર માધવી શેઠને વિસ્તારમાં કોઈ ઓળખતું ન હોવાથી જાણી જોઈને અમારા પરિવારના સભ્યનો ફોટાનો ઉપયોગ કરાયો છે . મીનલ ભરવાડને ટિકિટ નહીં મળવા મુદ્દે પણ સાજન ભરવાડે શંકા વ્યક્ત કરી છે. ચૂંટણી પહેલા જ રસીદમાં થયેલા પ્રિન્ટિંગ છબરડાને કારણે વોર્ડ નં. 13 માં ભાજપ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે
