સુરતની સચીન પોલીસે ગાંજાના જત્થા સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન પોલીસે ગાંજાના જત્થા સાથે એકને ઝડપ્યો
ઓરિસ્સાવાસી નારાયણ બંધાનીધિ પરીડાને ઝડપ્યો
4 લાખ 1 હજારની કિંમતનો 8 કિલોથી વધુ ગાંજો ઝડપ્યો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરતની સચીન પોલીસે ગાંજાના જત્થા સાથે એકને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઈન્દ્રજીસિંહને મળેલી બાતમીના આધારે સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેથી ઓરિસ્સાવાસી નારાયણ બંધાનીધિ પરીડાને ઝડપી પાડી તેની પાસેથી 4 લાખ 1 હજારની કિંમતનો 8 કિલોથી વધુ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ અને બાઈક મળી 4 લાખ 56 હજારની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *