સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ગોડાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી
નશાયુક્ત શીરપનુ વેચાણ કરનાર ત્રણમાંથી બે ઝડપાયા
સુરતના ગોડાદરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી નશાયુક્ત શીરપનુ વેચાણ કરનાર ત્રણમાંથી બે ભાગીદારોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પોલીસ ચલાવી રહી છે જો કે તેમ છતા હજુ પણ કેટલાક સમાજના દુશ્મનો ખુલ્લેઆમ નશાનો કાળો કારોબાર કરી રહ્યા છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોડાદરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નશાયુક્ત શિરપનુ વેચાણ કરનાર ત્રણમાંથી બે ભાગીદારોને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી કોડીન, હાઈડ્રોક્લોરાઈડ, ટ્રીફોલીડાઈન નામના શીરપની 3.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કોડીન સીરપ આપનાર સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો.