સુરતમાં ઝાંપા બજાર વિસ્તારમાં તાજીયા ઝુલુસ નિકળ્યુ
તાજીયા નવાબના બંગલે દીદાર કરાવી પરત ફર્યા હતાં
ઝાંપા બજાર ખાતે તમામ તાજીયા એકત્રિત થયા હતાં
સુરતમાં મોહર્રમ પર્વને લઈ આઘલી રાત્રે એટલે કે કતલની રાત્રે ઝાંપા બજાર વિસ્તારમાં તાજીયા ઝુલુસ નિકળ્યુ હતું અને નવાબના બંગલે દીદાર કરાવી પરત ફર્યા હતાં.
મોહરમ તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ સુરત શહેરમાં તજીયાઓનું જુલુસ સહાદાતની રાત્રીએ સુરત કોટ વિસ્તારમાં નિકળ્યો હતો. ઝાંપા બજાર ખાતે તમામ તાજીયા એકત્રિત થયા હતાં જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ નારિયેળ ફોડી ઝાંપા બજારથી તાજીયા જુલુસની શરૂઆત કરાવી હતી. જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એક્સ મેયર કદીર પીરજાદા હાજર રહ્યા હતાં. તાજીયા કમિટી દ્વારા તમામ મહેમાનોનો બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પ્રથમ દ્વિતીય આવનાર તાજીયાઓને કપ આપી સન્માન કરવામાં આવ્યો હતો. શહાદતની રાત્રીએ તાજીયા જુલુસ ઝાંપા બજારથી, મોતી ટોકીથી થઈ મુંબઈવાડ થઈ નવાબના બંગલે નવાબવાડીએ પહોંચી ત્યાં તાજીયા દીદાર કરાવી પરત વાસફોડાપુલ થઈ પોતાની થાનક પર પહોંચ્યા હતા. શહાદતની રાત્રીએ લીંબાયત, ઉન, ભેસ્તાન અને રાંદેર સહિતના વિસ્તારના તાજીયાઓ પોતપોતાના વિસ્તામા જ ફરાવાયા હતાં.