સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
કતારગામ કોઝવે રોડ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન
પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
સુરતમાં એકધારા પડી રહેલા વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો કતારગામ કોઝવે રોડ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા હતાં.
સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ સતત મેઘમહેર થઈ રહી છે. ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો સુરતના કતારગામ વિસ્તારમાં કોઝવે રોડ પર પાણી ભરાયા હતાં. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અગાઉ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા હતા અને ફરી વખત પાણી ભરાતા લોકો પરેશાન થયા છે.