સુરત સ્મીમેરમાં એમઆરઆઈ-સીટી સ્કેનનું લોકાર્પણ અને ટેનામેન્ટનું ખાતમુહૂર્ત
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયુ
મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં સ્લાઈસ સીટી સ્કેન મશીન અને ટેસ્લા એમ.આર.આઈ. મશીન ટર્ન કીનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને સારી સારવાર મળી રહે તે માટે સ્મિમેર હોસ્પિટલમાં અદ્યતન સુવિધા યુક્ત મશીનરી વસાવવામાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે 128 સ્લાઈ સીટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા એમ.આર.આઈ. મશીન ટર્ન કીનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ તથા ગુજરાત ભાજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. તો આ પ્રસંગે મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતાં.