સુરતમાં મોડીરાતથી સાર્વત્રિક વરસાદ
સુરત શહેરના વિવિધ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો
વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
સુરતમાં એકધારા પડી રહેલા વરસાદને લઈ અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઈ વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના અઠવાગેટ, પીપલોદ, સિટીલાઈટ, વેસુ, વરાછા, કતારગામ, ઉધના, ડિંડોલી, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જેને લઈ વરસાદના કારણે નોકરીયાત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે. જો સતત વરસાદ વરસે તો લિંબાયત, પર્વત પાટિયા, વરાછા, ભટાર સહિત નીચાણ વાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાઈ શકે છે. સુરતમાં ભારે વરસાદના લીધે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી છે. સુરતના કતારગામ કોઝવે રોડ પર વરસાદી પાણી ભરાઈ ડતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહોલ જામતા તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના અપાઈ છે જ્યારે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના અપાય છે.