મધ્ય પ્રદેશ ધારની ભોજશાળામાં શુદ્ધિકરણ વિધિ.

Featured Video Play Icon
Spread the love

મધ્ય પ્રદેશ ધારની ભોજશાળામાં શુદ્ધિકરણ વિધિ.
મહામંડલેશ્વરે શુદ્ધિકરણ વિધિ કરતા મંદિર પરિસરમાં ગૌમૂત્રનો છંટકાવ.
ધાર કલેક્ટર, એસપીએ પરિસરમાં પૂજા કરી.

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધારના ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી છે. જેની બાદ હિન્દુ પક્ષે આ કેસમાં અપીલની સંભાવનાના પગલે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમજ માંગ કરી છે કે આ કેસમાં સુનાવણી પૂર્વે તેમનો પક્ષ સાંભળવામાં આવે.

સુપ્રીમ કોર્ટે જૈન સમુદાય અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર આધારિત છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે આ સ્થળે હિન્દુ પૂજા અને ધાર્મિક વિધિ સતત કરવામાં આવી રહી છે. ઐતિહાસિક દસ્તાવેજમાં પણ પ્રસ્તાપિત થાય છે આ વિવાદિત વિસ્તાર જેને ભોજશાળા તરીકે ઓળખવામાં આવે છે. તે પરમાર વંશના રાજા ભોજ સાથે સંકળાયેલા સંસ્કૃત શિક્ષણના કેન્દ્ર તરીકે માન્યતા પ્રાપ્ત હતી. ઉપરાંત ચુકાદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલનો પણ આધાર લેવામાં આવ્યો છે. ભોજશાળા કેસમાં કોર્ટના ચુકાદાએ સંકુલને દેવી વાગ્દેવીને સમર્પિત મંદિર તરીકે માન્યતા આપી છે. જેની બાદ ધારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી અધિકારીઓ હાઇ એલર્ટ પર છે.

હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદનો સમાવેશ થતો વિવાદિત વિસ્તાર 18માર્ચ, 1904 થી 1958 ના કાયદા હેઠળ એક સંરક્ષિત સ્મારક છે. આ વિસ્તારનું ધાર્મિક પાત્ર ભોજશાળાનું છે. જેમાં દેવી વાગ્દેવી સરસ્વતીનું મંદિર પણ શામેલ છે. ઉપરાંત ધાર સ્થિત વિવાદિત મિલકતમાં ભોજશાળા મંદિર અને સંસ્કૃત શિક્ષણના હેતુપૂર્ણ વહીવટ અને સંચાલન અંગે કેન્દ્ર સરકાર અને ASI નિર્ણયો લેશે. આ ઉપરાંત ASI મિલકતનો એકંદર વહીવટ ચાલુ રાખશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *