રાજુલામા વ્હોરા સમાજના વેપારી ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો

Featured Video Play Icon
Spread the love

રાજુલામા વ્હોરા સમાજના વેપારી ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો
હિંસક હુમલો કરવામાં આવતા વેપારીને ગંભીર ઇજાઓ

ભાવનગર રાજુલામાં ગ્રાહક સાથે દુકાનમાં થયેલ રકઝક હિંસામા પરિણમતા વેપારી ઉપર હિંસક હુમલો કરવામાં આવતા વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી

રાજુલા શહેરમાં રહેતા અને ફખરી ટુલ્સ એન્ડ હાર્ડવેર નામની પેઢી ધરાવતા વેપારી કેઝારભાઈ ફખરુદ્દીનભાઈ હથિયારી તેમની દુકાન પર હાજર હતા તે દરમ્યાન ભાવ બાબતે ગ્રાહક સાથે રકઝક થઈ હતી.આ બાબત ની દાઝ રાખી વેપારી દુકાન બંધ કરી તેમના ઘરે હતા તે દરમ્યાન મન નિલેશભાઈ શાહ (કંસારાવાળા) દ્વારા વેપારીને સાંકળ સહિત અન્ય વસ્તુ લેવાના બહાને કેઝારભાઈને દુકાને બોલાવ્યા હતા.દુકાને બોલાવ્યા બાદ મન શાહ તેમજ રોનક,રિઝવાન,જેસિંગ,જયપાલ સહિતના લોકો દ્વારા એકસમ્પ કરી હથિયારો વડે હુમલો કરી વેપારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ગંભીર હાલતે વેપારીને સારવાર અર્થે પ્રથમ રાજુલા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *