સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં કરંટ લાગતા મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં કરંટ લાગતા મોત
મિલમાં કામ કરતા યુવાન કારીગરને કરંટ લાગતા મોત નિપજ્યુ
પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મિલમાં કામ કરતા યુવાન કારીગરને કરંટ લાગતા મોત નિપજ્યુ હતું જેને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતાં. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક મિલમાં કામગીરી દરમિયાન કરંટ લાગતા મુળ બિહારનો અને હાલ પાંડેસરા ખાતે આવેલ ગણેશ નગરમાં પરિવાર સાથે રહેતા 20 વર્ષીય કામદાર સની કુમાર ગુપ્તાનું મોત થયું નિપજ્યુ હતું. રાત્રીના સમયે દોઢ વાગ્યાના અરસામાં મિલમાં કરંટ લાગતા ગંભીર રીતે દાઝેલા શનિકુમારને હોસ્પિટલે ખસેડાયો હતો જો કે તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. મૃતક શનિના પરિવારમાં માતા-પિતા, બે દીકરા અને બે દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે મિલ સંચાલનની બેદરકારી અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરતા પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *