સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા હલવા કરતી ટોળકી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા હલવા કરતી ટોળકી
રીઢાને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો
ટોળકીના સાગરીત જાવીદ ઉર્ફે મીથુન શેખને ઝડપી પાડ્યો

રીક્ષામાં મુસાફરોને બેસાડી આગળ પાછળ કરી તેઓના ખિસ્સા હલવા કરતી ટોળકીના રીઢાને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી કતારગામના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરના માર્ગદર્શન હેઠળ પીઆઈ એનએચ બ્રહ્મભટ્ટની ટીમ પીએસઆઈ એનએ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો તરૂણકુમાર અને ધર્મેશકુમારને મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીના સાગરીત જાવીદ ઉર્ફે મીથુન શેખને ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ અન્ય બે સાથીદારો સાથે મળી કતારગામ પોલીસ મથકની હદમાં રિક્ષામાં મુસાફરને બેસાડી રોકડ 39 હજારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી મહિધરપુરા પોલીસે રીઢાનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *