સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો
આપીને પોક્સો કેસમાં 20 વર્ષની સખત જેલની સજા
ડોંગરકિન્હી ગામેથી વિકાસ પાવનમારેને ઝડપી પાડ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચે પોક્સો કેસમાં 20 વર્ષની સખત જેલની સજા પામેલા મુખ્ય આરોપીને મદદ કરનાર અને છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં મુખ્ય આરોપી આકાશ પાવનમારેને નામદાર પોક્સો કોર્ટે 20 વર્ષની સખત જેલની સજા ફટકારી હતી. આ કેસમાં મુખ્ય આરોપીને મદદ કરનાર તેનો સગો નાનો ભાઈ વિકાસ સુભાષ પાવનમારે છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્ક્વોડે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મહારાષ્ટ્રના વાશીમ જિલ્લાના માલેગાંવ તાલુકાના ડોંગરકિન્હી ગામેથી વિકાસ પાવનમારેને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
