અરેઠ તાલુકાના મુંજલાવ ગામે થી કદાવર દીપડો પાંજરે પુરાયો.
ફાર્મ હાઉસમાં ઘણા દિવસોથી મરઘાનો શિકાર કરી ભાગી જતો
અરેઠ તાલુકાના મુંજલાવ ગામેથી આજરોજ શિકારની શોધમાં આવેલ દિપડો પાંજરે પુરાવા પામ્યો હતો.
અરેઠ તાલુકાના મુંજલાવ ગામે ઘણા દિવસથી ફાર્મ હાઉસમાં દીપડો શિકારની શોધમાં અવારનવાર આવતો હતો. જેથી ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે અંગે વન વિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે દીપડો આજરોજ શિકાર ની શોધમાં પાંજરે પુરાયો ઇમ્તિયાઝ ભાઈના ફાર્મ હાઉસમાં ઘણા દિવસોથી મરઘાનો શિકાર કરી ભાગી જતો હતો આ દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોમાં રાહત અનુભવી હતી…
