સુરતના સલાબતપુરા બે માળનું મકાન ધરાશાયી
મકાનનો સ્લેબનો ભાગ ધરાશાયી થતાં ચાર લોકો ઈજાગ્રસ્ત
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ધામલાવાડમાં બે માળનો મકાનનો ભાગ અચાનક ધરાશાઈ થતા બે લોકોને ઈજા થઈ હતી. તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ ત્વરિત કામગીરી હાથ ધરી ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યારે ફાયરે સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી.
સુરતમાં સલાબતપુરા સ્થિત ધામલાવાડમાં બપોરના સમયે બે માળના એક મકાનની છતનો હિસ્સો ઘડાકાભેર તૂટી પડતાં એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતાં. તો બનાવની જાણ થતા તાત્કાલિક સલબાતપુરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને ઘવાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતાં. મકાનનાં કાટમાળ નીચે એક જ પરિવારનાં ચાર સભ્ય દબાઈ ગયાં હતાં, જેઓનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું. જો કે ચમત્કારીક રીતે, ચારેયને કોઇ ઈજા થઈ નહોતી.