ગજેરા ટ્રસ્ટ અને YUVAMUN દ્વારા ગજેરા ગ્લોબલ શાળામાં ત્રિદિવસીય ‘GTMUN ૨૦૨૫’ કોન્ફરન્સનું આયોજન
વૈશ્વિક પડકારો પર વિચાર-વિમર્શ કરવા ૧૫ શાળાના વિદ્યાર્થીઓ એક મંચ પર
કોન્ફરન્સનું આયોજન ગજેરા ટ્રસ્ટ અને YUVAMUN ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનું ભવ્ય ઉદ્ઘાટન શુક્રવાર તારીખ ૨૭ મી જૂન ના રોજ પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કરાયું હતું.
આ ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુથ 4 ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી જીગ્નેશ ભાઈ પાટીલ, ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાનાં ફાઉન્ડરશ્રી પદ્મશ્રી કનુભાઈ ટેલર, લીપીડ એસોસિયેશન ઓફ ઈન્ડિયા(ગુજરાત રાજ્ય) ના પ્રમુખ શ્રી ડૉ. પવન પટેલ, ફિલ્મ પ્રોડયુસર શ્રી ચંદ્રેશ ભટ્ટ. ફિલ્મ એક્ટર શ્રી સુનિલ વિશરાણી, ફિલ્મ એક્ટર મિસ કોમલ ઠક્કર, કાસ્ટિંગ ડાયરેક્ટર શ્રી અમિત ઠક્કર, સાઈકિયાટિસ્ટ એન્ડ સેક્સ થેરાપિસ્ટ ડો. મુકુલ ચોકસી ઉપસ્થિત રહેલ. સાથે સુરતની ૧૫ શાળાના આશરે ૪૫૦ વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓ પણ હાજર રહયા હતા. ગજેરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ ઉપસ્થિત
ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલ ખાતે તારીખ ૨૭ થી ૨૯ જૂન – ત્રિદિવસીય ‘GTMUN ૨૦૨૫ તમામ મહેમાનશ્રીઓને આવકાર્યા હતા. તારીખ ૨૮ અને ૨૯ જૂનના રોજ વિદ્યાર્થીઓ ગજેરા ગ્લોબલ શાળા ખાતે પરિસંવાદ અંતર્ગત સામાજિક-રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. જેમાં લોકસભા આઈ.પી.એલ., યુ.એન.ઈ.પી., જી.એલ.એ. જેવી ૧૪ કમિટીઓમાં આશરે ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ મુદ્દાઓ પર તાર્કિક વિચારો રજૂ કરી પોતાનું નેતૃત્વ દાખવશે. ૨૯ જૂન, રવિવારના રોજ સાંજે ૬ કલાકે આ કોન્ફરન્સના પૂર્ણાહુતિ સમારંભમાં અત્યંત ધારદાર અને તાર્કિક રજૂઆત કરનારા ડેલીગેટ્સને વિવિધ ઇનામોથી સન્માનિત કરવામાં આવશે વિદ્યાર્થીઓમાં સંશોધન અને વૈચારિક કૌશલ્ય તેમજ નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.