સુરતના માંડવી તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો બિનહરીફ
૧૪ ગ્રામ પંચાયતમાં ૨૨મી જૂનના રોજ ચૂંટણી થશે
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો બિનહરીફ, ૧૪માં ચૂંટણી થશે
સમગ્ર ગુજરાતની સાથે માંડવી તાલુકામાં પણ કેટલીક ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ૧૨ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૧૮ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી થઈ રહી છે. આજે ઉમેદવારી ચકાસણીના આખરી દિવસે માંડવી તાલુકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ૧૮ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી હતી જેમાં ૩ ગ્રામ પંચાયતો દઢવાડા જુથ, પીપરિયા અને લાખ ગામ જુથ સમરસ થઈ છે જ્યારે ઝરપણ ગ્રામ પંચાયતમાં પણ કેટલાક ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ્દ થતાં તે ગ્રામ પંચાયત બિનહરીફ થતાં કુલ ૪ ગ્રામપંચાયતમાં ચૂંટણી ટળી છે. જ્યારે બાકીની ૧૪ ગ્રામ પંચાયતમાં ૨૨મી જૂનના રોજ ચૂંટણી થશે. આ ઉપરાંત ૧૨ ગ્રામ પંચાયતો પેટા ચૂંટણી થવાની છે. જેમાં સરપંચ પદ માટે ૬ અને સભ્ય પદ માટે ૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે…