આવાસ યોજનાના પૈસા નાખવામાં સોનગઢ તાલુકામાં મોટો ભ્રષ્ટાચાર.
ચાપલધરાના આ ગરીબ વ્યક્તિનું અધૂરું ઘર ક્યારે પૂરું થશે?
સોનગઢ તાલુકામાં આવાસ યોજના ના પૈસા નાખવાના મામલે મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવી આશંકા ઉભી થઈ છે, જ્યારે એક વ્યક્તિ ના ઘરના પૈસા બીજાના ખાતામાં નાખી દેવામાં આવ્યા.. તો આવા કેટલા લોકો ના આવાસના પૈસા પચાવ્યા હસે ??
સોનગઢ તાલુકો ધીરે ધીરે ભ્રષ્ટાચાર નો અખાડો બની રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.. સરકાર ગરીબોને ઘર બનાવવા માટે આવાસ યોજનાનો લાભ આપે છે. પરંતુ અધિકારી લોકો પોતાના ખિસ્સા ભરે છે અને એમના ભ્રષ્ટાચારના કારણે આવા ગરીબ લોકોના ઘર પુરા બની શકતાનથી. આવો જ એક દાખલો સોનગઢ તાલુકાના ચાપલધરા ગામે સામે આવ્યો છે. જ્યારે ગરીબ પરિવાર આવાસ યોજનાનો લાભ લઇ ઘર બનાવવાની શરૂવાત કરવાને આજે અંદાજિત બે – ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો પરંતુ એનું ઘર આજ દિન સુધી પૂરું નથી થયું. આવાસ ના લાભાર્થી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે જ્યારે એમને ખબર પડી કે એમના પૈસા તો કોઈ બીજાના ખાતામાં નાખવામાં આવી રહ્યા છે. જ્યારે સવાલ એ ઉભો થાય છે કે આ તો એક ઉદાહરણ સામે આવ્યું.. આવા બીજા કેટલા લોકો હશે કે જેમના આવાસના પૈસા બીજાના ખાતામાં નાખીને અધિકારીઓ ના ખિસ્સા ભરવામાં આવ્યા?? જો આ સમગ્ર ઘટનાની સમિતિ નિમિને તપાસ કરવામાં આવે કે આયોગ બનાવીને તપાસ કરવામાં આવે તો સોનગઢ તાલુકામાં આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર બહાર આવવાની પૂરી સંભાવના છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ ગરીબ નું ઘર અધૂરું રહી ગયું એની માટે જવાબદાર કોણ?? કયા હિસાબે પૈસા બીજાના ખાતામાં નાખવામાં આવ્યા?? આ પૈસા ઉપાડીને એમાં કોનો કોનો ભાગ હતો?? આવા બીજા કેટલા લોકોને આવાસ યોજનાના પૈસા મળ્યા નથી?? આ ભ્રષ્ટાચાર કાંડમાં કયા કયા અધિકારી અને સરપંચો અને કર્મચારીઓ સામેલ છે?? અને આ તમામ પર ક્યારે અને શું કાર્યવાહી થશે?? …