ભાવનગર સાયબર ફ્રોડનું મોટું રેકેટ પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર સાયબર ફ્રોડનું મોટું રેકેટ પર્દાફાશ
134 બેંક એકાઉન્ટ દ્વારા કરોડોનું ટ્રાન્ઝેક્શન,
ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી

ભાવનગર શહેરના બોરતલાવ પોલીસે સાયબર ક્રાઈમ આચરતી એક મોટી ગેંગને ઝડપી પાડી છે. મુખ્ય સૂત્રધાર દશરથ રામજીભાઈ ધાંધલ્યા સહિતની ટોળકીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શહેરના બોરતલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગઠિત સાયબર ક્રાઈમ આચરતી એક મોટી ગેંગનો પોલીસે ઝડપી પાડી છે.  મુખ્ય સૂત્રધાર દશરથ રામજીભાઈ ધાંધલ્યા અને તેની ટોળકી દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં હવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક  હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાડે રાખેલા ૧૩૪ બેંક એકાઉન્ટ્સ અને ૨૧ કરોડના ટ્રાન્ઝેક્શન આ ગેંગ કુલ ૧૩૪ જેટલા બેંક એકાઉન્ટ્સ ભાડે અથવા કમિશન પર ચલાવતી હતી. આ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં અંદાજે  રૂપિયા ૨૧.૩૯ કરોડ થી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર નોંધાયેલી ૨૭૨ જેટલી ફરિયાદો ના આધારે જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ્સમાં જ રૂપિયા ૬.૧૧ કરોડથી વધુની ફ્રોડની રકમ જમા થઈ હતી. મોડસ ઓપરેન્ડી: કમિશનની લાલચ અને ક્રિપ્ટો કરન્સીનું કનેક્શન આ ગેંગ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતા. એકાઉન્ટ ખૂલતા જ તેની પાસબુક, એટીએમ કાર્ડ અને લિંક કરેલું સિમ કાર્ડ આરોપીઓ પોતાના કબજામાં લઈ લેતા. ત્યાર બાદ સાયબર ફ્રોડના નાણાં આ એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા સાયબર ફ્રોડના નાણાં આ એકાઉન્ટમાં આવતા જ તેને તુરંત એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવતા અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાતા.

આ રકમને છેલ્લે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલી દેવામાં આવતી હતી. ગેંગ લીડર દશરથ ધાંધલ્યાએ આ નેટવર્ક ચલાવવા માટે નીચે મેનેજર સ્તરના વ્યક્તિઓ ની નિમણૂક કરી હતી. આ ટોળકી માત્ર ભાવનગર જ નહીં, પણ સુરત અને અમરેલી સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતી. પોલીસે આ કેસમાં  દશરથ રામજીભાઈ ધાંધલ્યા,આર્યન ઉર્ફે લલ્લા શીલરામભાઈ જેઠવા હિતેશ ઉર્ફે બુરો હીરાલાલ ચૌધરી, રાહુલ હરગોવિંદભાઈ ગોહેલ, શાકીરભાઈ યુનુસખાન  કુરેશી, માહીન યુનુસખાન કુરેશી, મીરીશભાઈ  ભગવાનભાઈ  સરવૈયા, અમનભાઈ ઇશ્કુલાલ ઓડેશા, હર્ષદસિંહ અનુકુલા સરવૈયા દીપકભાઈ વિઠ્ઠલભાઈ ગોયલ ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *