સુરત વેસુ વિસ્તારમાં બાળકીનું તળાવમાં ડૂબી જવાથી મોત

Featured Video Play Icon
Spread the love

સુરત વેસુ વિસ્તારમાં બાળકીનું તળાવમાં ડૂબી જવાથી મોત
ભગવાન મહાવીર કોલેજની પાછળ નિર્માણાધિન એપાર્ટમેન્ટમાં બની ઘટના
ભગવાન મહાવીર કોલેજની પાછળ નિર્માણાધિન એપાર્ટમેન્ટ

સુરત વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની પાછળ નિર્માણાધિન એપાર્ટમેન્ટ ખાતે એક નાની બાળકીનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાછળ આવેલા ન્યુ નિર્માણ એપાર્ટમેન્ટ આવદ મેનોર્કા પ્રોજેક્ટ પર આ દુર્ઘટના બની છે. બાંધકામ સાઈટે મિસ્ત્રી તરીકે કામ કરતા ગોવિંદર મહારા ની 10 થી 11 વર્ષની પુત્રી સંજુ અન્ય ત્રણ બાળકો સાથે તળાવમાં સ્નાન કરવા ઉતરી હતી. પરંતુ સ્નાન દરમિયાન સંજુ તળાવમાંથી બહાર આવી ન હતી, જેના કારણે અન્ય બાળકો ગભરાઈ ગયા અને નજીકમાં કામ કરતા મજૂરોને જાણ કરી હતી. મૃતક બાળકીના પિતા ગોવિંદર તે સમયે બિલ્ડિંગના 14મા માળે કામ કરી રહ્યા હતા. જાણ થતાં જ તેઓ તાત્કાલિક નીચે દોડી આવ્યા અને તળાવમાં કૂદી દીકરીને શોધવાની કોશિશ શરૂ કરી હતી. લગભગ એક કલાકની ભારે શોધખોળ બાદ બાળકીને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. બાદમાં બાળકી ને તરત જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *