સુરતમાં ભેસ્તાન પોલીસે દરોડો કરી 11 જુગારીઓને ઝડપી પાડ્યા
17 હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા
સુરતની ભેસ્તાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 17 હજારથી વધુના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર ના આદેશને લઈ ભેસ્તાન પીઆઈ કે.પી. ગામેતીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.પો.કો. ધર્મેશ તથા જયને મળેલી બાતમીના આધારે ભેસ્તાન ગણેશ નગર છોટુભાઈના મકાનની બહારથી જુગાર રમતા 11 જુગારીઓને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહિત 17 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
