સુરત સારોલી પોલીસે ચેઈન સ્નેચીંગ કરનાર રીઢાને ઝડપી પાડ્યો
ગણતરીના કલાકોમાં ચેઈન સ્નેચીંગ આરોપી પકડાયો
સારોલી પોલીસની ઝડપી કાર્યવાહી
ચેઈન સ્નેચીંગ કરી ભાગી છુટેલા રીઢાને ગણતરીના કલાકોમાં જ સારોલી પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં સ્નેચીંગના વધી રહેલા બનાવો વચ્ચે સુરતની સારોલી પોલીસ મથકની હદમાં પતિ અને બાળકો સાથે મોપેડ પર જતી મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની સ્નેચીંગ કરી અજાણ્યાઓ ભાગી છુટ્યા હતા જે અંગે ફરિયાદ નોંધાતા તે ફરિયાદના આધારે સારોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. અને સારોલી પોલીસની ટીમે તાત્કાલિક સીસીટીવી તથા હ્યુમન સોર્સીસની મદદથી ચેઈન સ્નેચીંગ કરી ભાગી છુટેલા મુળ ઓરિસ્સાનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા સુધાકર નુરસીંગ મહાપાત્રને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ ચેઈન કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
