સુરત સરોલીમાં ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રાયફલ પરત
બાર બોરની રાયફલ અને જીવતા કાર્ટીઝ ખોવાયા હતા
સારોલી પોલીસે ત્વરિત શોધી કાઢી માલિકને સોંપ્યા
સુરતમાં બાર બોરની રાયફલ અને જીવતા કાર્ટીઝ ખોવાઈ ગયા હોય જે સારોલી પોલીસે ત્વરિત શોધી કાઢી માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી હતી.
સુરતના સારોલી પોલીસ મથકની હદમાંથી ઉત્તર પ્રદેશના ગિરજાશંકર રૂદ્રપ્રસાદ પાંડે કામ અર્થે સુરત આવ્યા હોય અને તેઓ સુરત રેલ્વે સ્ટેશનથી સારોલી લેન્ડમાર્ક કિરણ ડાયમંડ સર્કલ આવતા એક ભાડાની રીક્ષામાં બેઠા હોય જેમાં મુકેલ બેગમાં બાર બોર રાયફલ તથા જીવતા સાત કાર્ટીઝ હોય તે બેગ ગુમ થઈ ગઈ હતી જે અંગે સારોલી પોલીસને જાણ કરાતા તાત્કાલિક સારોલી પોલીસે તપાસ હાથ ધરી રાયફલ અને જીવતા કાર્ટીઝ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુળ માલિકને સોંપતા તેણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.