સુરતમાં સગીર બાળાનુ અપહરણ કરી જઈ બળાત્કાર
બે વર્ષથી નાસતા ફરતા આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો
નરાધમ ઈરશાદ ઈલ્યાસ ઉર્ફે ઈસ્લામ અંસારીને ઝડપી પાડ્યા
સુરતમાં સગીર બાળાનુ અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારનાર બે વર્ષથી નાસતા ફરતા આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અને મદદનીશ પોલીસ કમિશન ડી ડિવિઝનના નેજા હેઠળ લિંબાયત પી.આઈ. એન.કે. કામળીયા અને સેકન્ડ પી.આઈ. સી.એસ. ધોકડીયાની દેખરેખ હેઠલ પી.એસ.આઈ. ડી.આર. ઓડેદરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સાજણનાઓએ ચોક્કસ લોકેશન મેળવી બે વર્ષથી નાસતા ફરતા સગીરવયની બાળાનુ અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ ઈરશાદ ઈલ્યાસ ઉર્ફે ઈસ્લામ અંસારીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.