સુરતમાં મેડીકલ વેસ્ટ ફેંકવાની ગંભીર બેદરકારી
પોલીસ હેડ ક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ
દવા, માસ્ક સહિતનો જથ્થો ફેંકી દેવાયો
સુરતમાં મેડીકલ વેસ્ટ ફેંકવાની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાતા ચકચાર મચી જવા પામી છે.
કોરોના હજી ગયો નથી ત્યાં પીપીઈ કીટ ફેંકી દેવાઈ છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સેક્ટર કીટ સુરત અઠવાલાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે ફેંકી દેવાઈ હતી. દવા, માસ્ક સહિતનો જથ્થો ફેંકી દેવાયો હોય આટલી મોટી ગંભીર બેદરકારી કોણે કરી એ સૌથી મોટો સવાલ છે. પોલીસ લાઇન પાસેના સીસીટીવી તપાસવામાં આવે તો ભાંડો ફૂટે તેમ છે. મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવા પણ મળી હોય જેને લઈ આ અંગે તટસ્થ તપાસ થાય અને આવી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.