સુરતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડ્યા
ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસે 119 બાંગ્લાદેશીઓને પકડ્યા
બાંગ્લાદેશીઓને પકડી રાંદેર ભિક્ષુક ગૃહ ખાતે રાખ્યા
સુરતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસે સાથે મળી 119 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે જેને રાંદેર ભિક્ષુક ગૃહ ખાતે રાખ્યા છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે ત્રણ મહિનાથી પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાય છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત એસઓજી અને સ્થાનિક પોલીસે સાથે મળી 119 જેટલા સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતાં. અને તેઓને હાલ રાંદેર રામનગર ખાતે આવેલ ભીક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે. તો આ ઝડપાયેલા ગેરકાયદે સુરતમાં રહેતા બાંગ્લાદેશીઓ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા વધુ માહિતી અપાઈ હતી.