ગારીયાધારના ખેડુતોનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

ગારીયાધારના ખેડુતોનો આક્ષેપ
ઘઉં પાસ કરવા ૪૫૦૦ની ઉઘરાણી

ગારીયાધારના નવાગામ રોડ સ્થિત સરકારી ગોડાઉનમાં ઓનલાઇન ઘઉં ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડુતો પાસેથી ઘઉં પાસ કરવા નામે રોકડ ઉઘરાણી થતી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે

ગારીયાધારમાં ખેડુતોના કહેવા મુજબ, ઘઉં ખરીદીમાં મંજૂરી આપવા માટે ગ્રેગર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતની જાણ વાઇસ ચેરમેન સુધી પહોંચતા તેઓ તાત્કાલિક ગોડાઉન ખાતે દોડી ગયા હતા. જો કે, વાઇસ ચેરમેન પહોંચે તે પહેલાં જ રોકડ ઉઘરાણી કરનાર ઇસમ સ્થળ પરથી નાશી ગયા હોવાનું જાણવા મળ્યું છે

ખેડુતોએ મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઘઉં પાસ કરવા માટે ૪૫૦૦ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે વાઇસ ચેરમેન દ્વારા જવાબદાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ખેડુતો પાસેથી આ રીતે રોકડ ઉઘરાણી કરનારાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *