દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી આયોજિત સમૂહ લગ્નોત્સવ
૧૯ મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો.
દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ફેડરેશન દ્વારા આયોજિત ૧૯મો સમૂહ લગ્નોત્સવ ઉત્સાહ અને ગૌરવભેર સંપન્ન થયો. આ આયોજનમાં માંડવી તાલુકા ચૌધરી સમાજ (શહેર) તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા-તાલુકા ચૌધરી સમાજ યુનિટોના સંકલિત સહકારથી કુલ ૪૦ યુગલોના સમૂહ લગ્ન વિધિ સંપન્ન કરાઈ.
આ સમૂહ લગ્નોત્સવના માધ્યમથી અંદાજે ૨ કરોડ રૂપિયાથી વધુ ખર્ચમાં બચત થવા પામી હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. સમૂહ લગ્નના કારણે દરેક પરિવારને આર્થિક રાહત મળી અને યુગલો ભવિષ્યમાં આ બચેલી રકમનો યોગ્ય ઉપયોગ કરી શકશે. “સમાજ વિના વ્યક્તિ નથી અને વ્યક્તિ વિના સમાજ નથી” – આ મંત્ર સાથે ફેડરેશન વર્ષોથી સમાજસેવામાં કાર્યરત છે. સુરતની ટીમ તેમજ એકલવ્ય એકેડમીની લાયબ્રેરી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ પણ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ડોક્ટર ટીમે આરોગ્ય સેવા અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી સિંહફાળો આપ્યો હતો. લગ્નવિધિનું સંચાલન અરવિંદભાઈની કોઠારી ગ્રુપ દ્વારા પારંપરિક રીતરિવાજ મુજબ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાઈ સમાજ એકતાનો સુંદર સંદેશ આપતો રહ્યો….
